Hair cutting in Islam | માથાના વાળ રાખવાના આદાબ

Hair cutting in Islam
 
માથાના વાળ રાખવાના આદાબ 
Hair cutting in Islam, Islamic Hair cutting
Hair cutting in Islam



Hair cutting in Islam 

માથાના વાળ રાખવાના આદાબ 

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. 


સ્ત્રીઓએ જરૂરત વગર અથવા ખાસ મજબૂરી વગર વાળ કપાવવા (મુંડન કરાવવા) હરામ છે. પુરુષો માટે બંને રીતે સુન્ન્ત છે. ચાહે બધાજ વાળ કપાવે (મુંડન કરાવે) , ચાહે બધાજ વાળ રાખે. જો બધાજ વાળ રાખે તો તેની સાચવણી કરે એટલે કે વાળ ધુએ, કાંસકો ફેરવે, તેલની માલીશ કરે, આગળના ભાગમાં વચ્ચે પોથી રાખે. 


માથે મુંડન કરાવવું શ્રેષ્ઠ છે. કેમકે ઇસ્લામની શરૂઆતમાં અરબવાસીઓમાં માથાના મૂંડનને ખોડ સમજવામાં આવતી હતી. પયગમ્બર યા ઇમામ એવું કોઈ કામ કરતા ન હતા જે લોકો ની નજર માં ખોડ હોઈ તેથી રસુલે ખુદા પોતાના માથે ચાર ચાર આંગણ વાળ રાખતા હતા. જે હજ અને ઉમરાહ વખતે મૂંડાવી દેતા હતા.


હ.રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે, 

જે કોઈ પુરુષ માથાના વાળ મોટા રાખે તો તેના માટે જરૂરી છે કે તેની ખુબજ સાચવણી રાખે. નહીંતર વાળ કપાવી દે .

હ.ઇમામ હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ને સવાલ કરવામાં આવ્યો કે ,

તે સ્ત્રી માટે શું હુકમ છે જે શોભા માટે પોતાના કપાળ પરના વાળ કપાવી દે યા ઉખાડી દે યા પોતાના ચેહરાના વાળ સાફ કરાવે યા પોતાની ચોટીમાં અલગથી વાળની ચોંટી લગાવે?

આપે જવાબમાં ફરમાવ્યું કે  ઊનનો યા જાનવરોના વાળનો યા પોતાના વાળનો અલગથી ચોટલો બનાવવામાં કોઈ વાંધો નથી. પરંતુ અન્ય સ્ત્રીઓના વાળ પોતાના વાળ સાથે મેળવવા ન જોઈએ, એ ખ્યાલ પણ રાખે કે અગર ચોટલો જાનવરોના વાળનો બનેલો હોઈ તો નમાઝ પઢતી વખતે તેને શરીર થી અલગ કરીને નમાઝ પઢે. કેમકે તેની સાથે નમાઝ જાએઝ નથી. પણ અગર હલાલ જાનવરોના વાળનો ચોટલો બનાવેલો હોઈ તો કોઈ વાંધો નથી.

લોકોએ હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ને પૂછ્યું કે, 

શું રસુલે ખુદા સ.અ.વ. વારંવાર માથાના વાળને  બે ભાગમાં કરી વચ્ચે પોથી પડતા હતા? 

આપ અ.સ. એ જવાબ માં ફરમાવ્યું કે હ.રસુલે ખુદા  સ.અ.વ. સિવાય કોઈ પણ પયગંબર એ માથાના વાળ રાખ્યા નથી.

Reference:

Tehzibe Aale Mohammad s.

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ