Is Looking at Non Mahram Haram?
નામેહરમ સ્ત્રી પર નઝર નાખવા વિષે..
Is Looking at Non Mahram Haram |
Is Looking at Non Mahram Haram?
નામેહરમ સ્ત્રી પર નઝર નાખવા વિષે:
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.
Read Also: દુઆએ નૂર તરજુમા સાથે...
(1)
- મરદ માટે નામેહરમ સ્ત્રીના શરીર પર અને તેના વાળ તરફ નઝર કરવી હરામ છે. ચાહે એ નઝર લઝ્ઝતના હેતુથી હોઈ કે ના હોઈ, અને ચાહે તેમ કરવાથી હરામ કાર્યમાં સપડાય જવાનો ભય હોઈ કે ના હોઈ.
- એવી જ રીતે નામેહરમ સ્ત્રીના ચેહરા અને કાંડા સુધી હાથ તરફ લજ્જતના હેતુથી નઝર કરવી અથવ જો તેમ કરવાથી હરામ કાર્યમાં સપડાઈ જવાનો ભય હોઈ તો એ પણ હરામ છે બલ્કે એહતિયાત એ મુસ્તહબ છે કે લઝ્ઝત મેળવવાના હેતુ વગર અને હરામ કાર્ય સપડાવવાની બીક વિના પણ નઝર ન કરે.
- એવી જ રીતે સ્ત્રી માટે નામેહરમ મર્દના શરીર ઉપર નઝર કરવી હરામ છે. બલ્કે એહતિયાતે વાજીબ ની રૂએ લજ્જત વગર અને હરામમાં સપડાવવાની બીક વગર પણ નઝર ન કરે. સિવાય શરીર ના એ ભાગો જે સામાન્ય રીતે ખુલ્લા હોઈ છે જેમકે માથું, હાથો, પગની ઘૂંટી, તેની તરફ લજ્જત ના હેતુ થી યા હરામ કાર્યમાં સપડાવવાની બીક ન હોઈ તો તેમાં ઇશ્કાલ નથી.
મસઅલો નં.2397
(2)
- બાલિગ મુસલમાનની શર્મગાહ પર નઝર કરવી હરામ છે. ચાહે એ અરીસામાં હોઈ યા કાચ કે સાફ પાણીમાં પ્રતિબિબ રૂપે હોઈ.
- એવીજ રીતે એહતિયાત એ વાજીબની રૂએ કાફિરની શર્મગાહ તરફ નઝર કરવી અને એવા નાબાલિગની શર્મગાહ તરફ નઝર કરવી કે જ સારું નરસું સમજી શકે એમ હોઈ હરામ છે.
- અલબત્ત પતિ-પત્નિ એક બીજાના શરીર ના દરેક ભાગો પર નઝર કરી શકે છે.
મસઅલો નં.2400
Read Also: પાણી પીવાના આદાબ
(3)
- જે પુરુષ અને સ્ત્રી એક બીજા માટે મેહરમ હોઈ અને લઝ્ઝત મેળવવાનો કોઈ મકસદ ધરાવતા ન હોઈ તેઓ શરમગાહ સિવાય એકબીજાના શરીર ને જોઈ શકે છે.
મસઅલો નં.2401
Reference:
Tauzihul Masael
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.