Benefits of Beard in Islam
દાઢીના રાખવાના આદાબ અને ફઝીલત
Benefits of Beard in Islam |
Benefits of Beard in Islam
દાઢીના રાખવાના આદાબ અને ફઝીલત
દાઢી મધ્યમ માપની રાખવી સુન્નત છે. એટલે ન વધારે લાંબી હોય ન ઘણી ટૂંકી હોઈ. એક મુઠ્ઠીથી વધારે દાઢી રાખવી મકરૂહ છે એટલું જ નહિ પણ હરામ હોવાનો શક પણ છે. ઓલમાઓ આ વાત પર એકમત છે કે ગાલ અને નીચેના હોઠની બંને બાજુની દાઢી સિવાયની દાઢી મૂંડાવવી હરામ છે .બેહતર એ છે કે દાઢી એ રીતે કાપવામાં આવે કે મૂંડેલી ના બતાય.
હ.ઇમામ જઅફરે સાદિક અ.સ.ફરમાવે છે કે ,
હ.રસુલે ખુદા સ.અ.વ. એક એવી વ્યક્તિ પાસેથી પસાર થયા જેની દાઢી લાંબી હતી. હઝરત એ ફરમાવ્યું આ માણસ પોતાની દાઢી ઠીક કરી દે. તો કેવું સારું! તે માણસને આ વાતની ખબર પડી તો તેને પોતાની દાઢી મધ્યમસરની કરાવી દીધી. પછી તે માણસ હ.રસુલે ખુદા સ..વ. ની સેવામાં હાજર થયો. હઝરતે ફરમાવ્યું તમે સૌ આવી દાઢી રાખજો.
હ,ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે,
એક મુઠ્ઠીથી જેટલી દાઢી વધારે છે તે જહન્નમની આગમાં છે.
એક અન્ય હદીસમાં છે કે,
દાઢી પર હાથ રાખી અને જેટકી દાઢી મુઠ્ઠીથી વધારે હોઈ તેને કપાવી દો.
હ.રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે,
જયારે અલ્લાહ તઆલા એ હઝરત આદમ અ.સ. ની તૌબા કબુલ કરી તો તેમણે આભાર માનવા શુક્રનો સજદો કર્યો .સજદામાંથી માથું ઉઠાવીને લાંબા સમય બાદ આકાશ તરફ જોયું અને વિનંતી કરી કે હે પરવરદિગાર! મારા સૌંદર્ય અને ખુબસુરતીમાં વધારો કર . પળવારમાં તેમના મુબારક ચેહરા પર ધટ્ટ દાઢી દેખાય આવી. કેમકે તે પેહલા તેમને દાઢી ન હતી. હઝરત આદમ અ.સ.એ વિનંતી કરી હે પરવરદિગાર આ શું છે? અલ્લાહ તરફથી વહી આવી કે આ તમારી અને તમારી પુરુષ ઓલાદની શોભા છે.
Read Also: દુઆએ નૂર તરજુમા સાથે...
હ.અમીરુલ મોઅમેનીન ફરમાવે છે,
જુના જમાના માં અમુક લોકો દાઢી મૂંડાવતાં હતા અને મૂછો ને વળ દેતા હતા. પરિણામે એ આવ્યું ખુદા તઆલા એ તેઓને મસ્ખ(વિકૃત) કરી દીધા. (જાનવરોની શકલ માં બનાવી દીધા.)
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.