Hadith of Bibi Zahra(s.a.) | સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) ના અણમોલ વચનો

Hadith of Bibi Zahra(s.a.)

સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) ના અણમોલ વચનો 
Hadith of Bibi Zahra(s.a.), Hadith of Bibi Fatima(s.a.)

Hadith of Bibi Zahra(s.a.)


Hadith of Bibi Zahra(s.a.)

સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) ના અણમોલ વચનો 

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoસંગીત, ગાયન અને નૃત્યના હુકમો

  

1. જેણે પોતાની જિંદગી એવા કામોમાં વિતાવી કે જે ખુદા તઆલા થી દૂર થવાના કારણ સમાન હોય, તો એણે પોતાનું નુકસાન કર્યું.


2. કપડાં ધોવાથી ગમ અને ગુસ્સાનું નિવારણ થાય છે.


3. કનાઅત (ઓછામાં સંતોષ પામવો) અને અલ્લાહની આજ્ઞાઓનું પાલન એ સમૃદ્ધી કારણ છે અને ગુન્હો તથા લોભ બદનસીબીના ચિન્હો છે.


4. ઇમાન અને હયા(લાજ) એક્મેકના સાથી છે. એમાંથી કોઈ એક જતા રહેશે તો બીજાનું અસ્તિત્વ નહિ રહે.


5. જે સ્ત્રી પોતાના પતિને આકરા અને મુશ્કેલ કામો માટે મજબુર ન કરે તે જન્નતી છે અને ખુદા એનાથી રાજી છે.


6. જે સ્ત્રી અકારણે પોતાના પતિ પાસે તલાક માંગે, તેને માટે જન્નતની સુગંધ પણ હરામ છે.


7. કેટલા બદનસીબ છે એ લોકો કે જેમનામાં દ્રઢ નિરધાર ન હોય અને અગત્યના કામો મજાકમાં ટાળે.


8. પત્ની જ્યાં સુધી પોતાના પતિનો હક અદા ન કરે, જાણે કે તેણે અલ્લાહ તઆલાનો હક અદા નથી કર્યો.


9. ઈચ્છા અને હવસના ગુલામ પુરુષો સમાજ માટે અપમાનના કારણરૂપ છે.


10. પતિને ઇજા પહોંચાડનારી સ્ત્રીના સુકર્મો પણ અલ્લાહ તઆલા નહિ સ્વીકારે.


11. નિયમિત નમાઝ પઢનારી, પતિની રજા વગર ઘરમાંથી બહાર પગ ન મૂકનારી અને પતિની આજ્ઞા પાલક સ્ત્રીના ગુનાહો અલ્લાહ તઆલા માફ કરી દે છે.


12. કુરઆન ના આદેશો અત્યંત સુ-સ્પષ્ટ છે.


13. વાસણોની સ્વચ્છતા અને પવિત્રતા સમૃદ્ધિ અને નેઅમતોની વૃદ્ધિનું કારણ બને છે.


14. ખુદા તઆલાએ ઈમાન ને શીર્ક થી પવિત્રતાનું કારણ અને નમાઝને મનમાંથી બડાઈ અને ઘમંડ ના નિવારણ નું કારણ બનાવ્યું છે.


15. મનની પવિત્રતા માટે ઝકાત વાજીબ થઈ અને નિખાલસતાની દ્રઢતા માટે રોઝો વાજીબ થયો.


16. અમારું આજ્ઞા પાલન કૌમની સંરચનાનું કારણ છે અને અમારી ઈમામત કૌમની એકતાની જામીન છે.


17. ઇસ્લામની ઇઝ્ઝત જેહાદ છે.


18. લોકોની ભલાઈ અમ્રે માઅરુફ (ભલા કામોના આમંત્રણ)માં છે.


19. માતા-પિતાની આજ્ઞાપાલકતા અલ્લાહના અઝાબથી રક્ષણ આપે છે.


20. દયાભાવ ઉંમરમાં વૃદ્ધિનું કારણ બને છે.


21. ખુંન સામેનું વળતર ખૂંરેજી અટકાવે છે.


22. નઝરો-નિયાઝ પુરી કરવી એ મગફેરતનું કારણ છે.


23. દારૂ માનવી ને પ્રદુષિત કરે છે.


24. તોહમત લગાડનાર લાનત નો હકદાર છે.


25. ચોરી અંધાધૂંધી ફેલાવે છે.


26. જે સબ્ર કરે છે તેને પુરેપુરો સવાબ મળે છે.


(કિતાબ : "મિરાંતે ખાદીમ"  પ્રકાશક અને લેખક : ડો.કે.આર.મોમીન "અશોક", જમાલપુર- અમદાવાદમાંથી સાભાર)


Reference:

Allahumma Labbaik


Read Alsoગીબત કુરઆન અને હદીસ મુજબ.... 

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ