Full Namaz with Meaning | નમાઝ ગુજરાતી તરજુમા સાથે..

નમાઝ ગુજરાતી તરજુમા સાથે..

હઝરત મોહંમદ મુસ્તુફા (સ.) ફરમાવે છે કે ‘નમાઝ દીનનો સ્થંભ છે, જો નમાઝ કબૂલ તો બધા જ અમલ કબૂલ. જો નમાઝ રદ (બાતીલ) તો બધાજ અમલ રદ કરવામાં આવશે.’નમાઝ દરેક હાલમાં ખુદાએ તેના બંદાઓ ઉપર વાજીબ કરેલ છે , બધા માટે વાજીબ છે કે નમાઝ તેમજ જીંદગીમાં જે મસાએલની વધારે જરૂરત પડે તેને સીખે, જે નમાઝ ખુલુસ અને ધ્યાનપૂર્વક સાથે હોય તેની અસર વધારે હોય છે. ખુલૂસ વધારવા આપણને નમાઝ માં શું પઢી રહ્યા છીએ તેનું ઈલ્મ હોવું જરૂરી છે માટે તેનો તરજુમો આપણને યાદ હોવો જોઈએ.

Full Namaz with Meaning, Namaz Translation Word by Word
Full Namaz with Meaning

નમાઝ ગુજરાતી તરજુમા સાથે..

1) નિય્યત અને તકબીરતુલ એહરામ

بِسْمِ الله ِ الرَّحْمـٰنِ الرَّحِيْمِ

સૌથી પહેલાં ખુલુસ સાથે નિય્યત કરે કે બે રકાત નમાઝ પઢું છું કુર્બતન ઈલલ્લાહ (અલ્લાહના નજીક થવા માટે).

"اَللهُ اَکْبَرُ"

અલ્લાહ સૌથી મહાન છે.


2)સુરે હમ્દ

بِسْمِ الله ِ الرَّحْمـٰنِ الرَّحِيْمِ

(શરૂં કરૂં છું) અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયા કરનાર છે.


الْحَمْدُ  لِلهِ   رَبِّ  الْعَالَمِيْنَ.

તમામ વખાણ અલ્લાહ માટે  કે જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.


الرَّحْمٰـنِ الرَّحِيْمِ، مَـالِكِ يَوْمِ الدِّيْنِ.

મોટો મહેરબાન અને રહેમ કરવાવાળો છે. કયામતના દિવસનો માલિક છે.


إِيَّاكَ نَعْبُدُ  وَ  إِيَّاكَ نَسْتَعِيْنُ.

અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારાથી મદદ ચાહીએ છીએ.


اِهْدِنَــــا الصِّرَاطَ الْمُسْتَقِيْمَ.

અમને સીધા રસ્તા ઉપર સાબીત કદમ રાખ.


صِرَاطَ  الَّذِيْنَ  أَنعَمْتَ  عَلَيْهِمْ.

તેઓનો રસ્તો કે જે લોકો ઉપર તારી નેઅમતોને નાઝીલ ફરમાવી છે.


غَيْرِ الْمَغْضُوْبِ عَلَيْهِمْ   وَ  لَا الضَّآ لِّيْنَ.

ન કે તેમનો રસ્તો કે જે લોકો ઉપર તું તારો અઝાબ નાઝીલ કર્યો છે, ન તેમના રસ્તા ઉપર કે જેઓ ગુમરાહ છે.


3)સુરે તૌહીદ


بِسْمِ الله ِ الرَّحْمـٰنِ الرَّحِيْمِ

(શરૂં કરૂં છું) અલ્લાહના નામથી જે મોટો મહેરબાન અને દયા કરનાર છે.


قُلْ هُوَ اللهُ أَحَدٌ. اَللهُ  الصَّمَدُ.

અય રસુલ કહી દો કે અલ્લાહ એક જ છે. અલ્લાહને કોઈની જરૂરત નથી.


لَمْ يَلِدْ  وَ لَمْ يُوْلَدْ. وَلَمْ يَكُن لَّهُ كُفُوًا أَحَدٌ.

ન તે કોઈને જન્મ આપ્યો છે અને ન તેને કોઈ પૈદા કરેલ છે. અને કોઈ પણ તેના જેવું નથી.


4)રૂકુઅ

سُبْحَانَ  رَبِّيَ  الْعَظِيْمِ  وَ بِحَمْدِهِ.

મારો મહાન પરવરદિગાર દરેક ખોટ ખાંપણથી દૂર છે અને હું તેના જ વખાણ કરૂ છું.


سَمِعَ  اللهُ  لِمَنْ  حَمِدَهْ .

અલ્લાહ દરેક વખાણ કરનારના વખાણને સાંભળે છે.


5)સજદા

سُبْحَانَ  رَبِّيَ  ا لْاَ عْلٰي   وَ بِحَمْدِهِ.

મારો પાલનહાર દરેક વસ્તુંથી મહાન અને દરેક ખોટ ખાંપણથી પાક છે, અને હું તેનાજ વખાણ કરૂં છું.


 اَسْتَغْفِرُ اللهَ  رَبِّيْ  وَ اَتُوْبُ  اِلَيْهِ .

હું મારા પરવરદિગાર પાસે માફી ચાહું છું અને તેની તરફ રજુ કરૂં છું.


بِحَوْلِ اللهِ  وَ قُوَّتِهِ  أَقُوْمُ  وَ أَقْعُدُ.

અલ્લાહની આપેલી તાકત થી ઊભો થાઉ છું અને બેસું છું.


6)કુનુત

رَبَّنَا اٰتِنَافِي الدُّنْيَاحَسَنَةً، وَّ فِي الْآخِرَةِ حَسَنَةًوَّقِنَا عَذَابَ النَّارِ.

અય અમારા પાલનહાર! અમને આ દુનિયા અને આખેરતમાં ભલાઈ અતા કર, અને જહન્ન્મની આગથી બચાવ. (કુનુત સુન્નત છે તેમાં કોઈ પણ દુઆ પઢી શકાય છે)


7)તશહુદ

اَشْهَدُ   اَنْ   لَا  اِلٰهَ   اِلَّا   اللهُ   وَحْدَهُ   لَا  شَرِيْكَ   لَهُ.

હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી, તેનો કોઈ ભાગીદાર નથી.


وَ اَشْهَدُ  اَنَّ  مَحَمَّداً  عَبْدُهُ  وَ  رَسُوْ لُهُ.

ગવાહી આપું છું કે હઝરત મોહંમદ મુસ્તુફા (સ.) અલ્લાહના બંદા અને તેના રસુલ છે.


اَللّٰهُمَّ صَلِّ  عَلٰي  مَحَمَّدٍ  وَّ  آلِ  مُحمَّد.

અય અલ્લાહ! મોહંમદ સ. અને આલે મોહંમદ (અ.) ઉપર રહેમત નાઝીલ ફરમાવ.


8)તસ્બીહાતે અરબા

سُبْحَانَ  اللهِ   وَ الْحَمدُ لِلهِ   وَ  لَا  اِلٰهَ   اِلَّا  اللهُ   وَ  اللهُ اَکْبَرُ.

અલ્લાહ (દરેક ખરાબીથી) પાક પાકીઝા છે અને તમામ વખાણતો ફક્ત અલ્લાહ માટે છે, અને અલ્લાહ સિવાય બીજો કોઈ માબુદ નથી, અને અલ્લાહ સૌથી મહાન છે.


9)સલામ

اَلسَّلَامُ عَلَيْكَ  اَيُّهَا  النَّبِيُّ  وَ رَحْمَةُ  اللهِ  وَ بَرَکَاتُهُ.

અય નબી (સ.અ.વ) તમારા ઉપર સલામ થાય, અને અલ્લાહ તરફથી રહેમત અને બરકતો નાઝીલ થાય.


اَلسَّلَامُ عَلَيْنَا  وَ عَلٰي  عِبَادِ  اللهِ  الصَّا لِحِيْنَ.

અમારા ઉપર અને અલ્લાહના નેક બંદાઓ ઉપર રહેમત નાઝીલ થાય.


اَلسَّلَامُ عَلَيْکُمْ  وَ رَحْمَةُ  اللهِ  وَ بَرَکَاتُهُ.

તમારા ઉપર અલ્લાહની રહેમત અને બરકતો નાઝીલ થાય.


اَللهُ اَکْبَرُ.  اَللهُ اَکْبَرُ.   اَللهُ اَکْبَرُ.

અલ્લાહ સૌથી મહાન છે.

Reference:

Android App: Jannatni Chavio

Read Also: Dua e Faraj with Gujarati Translation

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you have any query, Please let me know.