Dua e Noor Lyrics
Dua e Noor Lyrics |
Dua e Noor Lyrics
દુઆએ નૂર
દુઆએ નૂર ને બીબી ઝહરા સ.અ. સવાર સાંજ પઢતા હતા, અને ફરમાવ્યું કે જો તમે ચાહતા હોય કે દુનિયામાં તમને તાવ ન આવે તો આ દુઆને સવાર સાંજ પઢતા રહો, જ.સલમાને ફારસીએ કહ્યું કે આ દુઆને મક્કા અને મદીનામાં એક હઝારથી પણ વધારે એવા લોકોને તાલીમ આપી જેઓને તાવ આવતો હતો અને બધા જ લોકો અલ્લાહના હુકમથી શફા હાસિલ કરી.
بِسْمِ اللهِ النُّوْرِ،
بِسْمِ اللهِ نُوْرِ النُّوْرِ،
بِسْمِ اللهِ نُوْرٌ عَلٰى نُوْرٍ،
بِسْمِ اللهِ الَّذِىْ هُوَ مُدَبِّرُ الْاُمُوْرِ،
بِسْمِ اللهِ الَّذِىْ خَلَقَ النُّوْرَ مِنَ النُّوْرِ،
اَلْحَمْدُ لِلهِ الَّذِىْ خَلَقَ النُّوْرَ مِنَ النُّوْرِ،
وَاَنْزَلَ النُّوْرَ عَلىَ الطُّوْرِ،
فِىْ كِتَابٍ مَسْطُوْرٍ،
فِىْ رَقٍّ مَنْشُوْرٍ،
بِقَدَرٍ مَقْدُوْرٍ،
عَلٰى نَبِيٍ مَحْبُوْرٍ،
اَلْحَمْدُ لِلهِ الَّذِىْ هُوَ بِالْعِزِّ مَذْكُوْرٌ،
وَبِالْفَخْرِ مَشْهُوْرٌ،
وَعَلَى السَّرَّاءِ وَالضَّرَّاءِ مَشْكُوْرٌ،
وَصَلَّى اللهُ عَلٰى سَيِّدِنَا مُحَمَّدٍ وَآلِهِ الطَّاهِرِيْنَ.
ખુદાવંદે નૂરના નામના વાસ્તાથી,
તે અલ્લાહના નામના વાસ્તાથી જે નૂરનું નૂર છે,
તે અલ્લાહના નામના વાસ્તાથી જે નુરૂન અલા નૂર છે,
અલ્લાહના નામના વાસ્તાથી જે તમામ કામોને સરખા કરનાર છે,
તે ખુદાના નામના વાસ્તાથી જે નૂરને નૂરથી બનાવ્યું,
વખાણ તે અલ્લાહ માટે છે જે નૂરને નૂરથી પૈદા કર્યું,
અને નૂરને તૂર પહાડ ઉપર નાઝીલ કર્યું,
એક લખેલી કિતાબમાં,
એક પહોળા પેજના અંદાજા મુજબ,
એક હોશિયાર નબી સ. ઉપર,
વખાણ તે જ અલ્લાહ માટે છે જે ઇઝ્ઝત સાથે યાદ કરવામાં આવે છે,
ફખર સાથે મશહુર છે,
જેનો દુખ અને સુખમાં શુક્ર અદા કરવામાં આવે છે,
અય અલ્લાહ અમારા આકા હ.મોહંમદ સ. અને તેમની પાક ઔલાદ ઉપર રહેમત નાઝીલ ફરમાવ.
Android App:Jannat ni Chavio
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.