Eating Manners in Islam Way | જમવાના આદાબ

 જમવાના આદાબ 

Eating Manners in Islam Way, Hadith on Eating
Eating Manners in Islam Way

જમવાના આદાબ 


بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.


ખોરાક લેતી વખતે અમુક બાબતો મુસ્તહબ ગણાય છે :

1)ખાવા પહેલા બંને હાથો ધોઈ લેવા.

2)ખાઈ લીધા પછી બંને હાથો ધોઈ,ટુવાલ વગેરે થી લૂછી લેવા.

3)મેજબાન સૌથી પેહલા ખાવાની શરૂઆત કરે,પણ સૌથી છેલ્લે પોતાનો હાથ ખેંચે,અને સૌ પ્રથમ પોતાનો હાથ ધુએ, અને તે પછી જમણી બાજુએ બેસેલાઓ હાથ ધુએ ,એવી જ રીતે એક પછી એક આગળ વધીને છેલ્લે તેની ડાબી બાજુએ બેઠેલા મેહમાન હાથ ધોએ. જમી પરવારીને હાથ ધોવા માટે મેજબાનની ડાબી બાજુએ બેઠેલો મેહમાન પ્રથમ આગળ વધે, એટલે સુધી કે મેજબાન નો વારો આવે.

4)ખાવાનું શરુ કાર્ય પેહલા બિસ્મિલ્લાહ કહેવું,અને જો સુફરા પર જાતજાતની વાનગીઓ હોઈ તો દરેક વાનગી ખાવા પેહલા બિસ્મિલ્લાહ કેહવું.

5)જમણા હાથે ખાવું.

6)લુકમો ત્રણ આંગળીઓ આ એથી વધુ આંગળીયો વડે ખાવો. બે આંગળીયો વડે ના ખાવો.

7)અગર સુફરા પર ઘણા જમવાવાળા સાથે બેઠા હોઈ તો દરેક પોતાની સામેથી ખાઈ.

8)લુકમો નાનો રાખવો.

9)સુફરા પર લાંબા સમય સુધી બેસવું અને આહાર ને લંબાવવું.

10)ખોરાકને પુરી રીતે ચાવીને ખાવું.

11)ખાઈ લીધા બાદ ખુદા નો શુક્ર અદા કરવો.

12)જમી પરવારીને આંગળીયો ચાટવી.

13)ખાઈ લીધા બાદ દાંત ખોતરવા પણ તે માટે રયહાની ખુશ્બુદાર ડાળખી કે ખજૂરના પાંદડાનો, દાડમની ડાળખીઓનો ઉપયોગ ના કરવો.

14)સુફરાની બહાર ખોરાકી જે હિસ્સો પડી ગયો હોયતે એકઠો કરીને ખાઈ લેવો પણ જો જંગલ માં કે વળી વગેરે માં ખાધું હોઈ તો જે ખોરાકનો ભાગ સુફરાની બહાર પડી જય તેને પક્ષીઓ અને અન્ય જાનવરો માટે મૂકી આપવી મુસ્તહબ છે.

15)દિવસ ની શરૂઆતમાં અને રાત પ્રાથમિક ભાગમાં ખાવું અને એ દરમિયાન દિવસ માં કે રાતમાં કોઈ પણ આહાર ના લેવો.

16)જમી પરવારીને પીઠ ઉપર સૂવું અને જમણા પગને ડાબા પગ પર મૂકવું.

17)ખાવા પેહલા અને પછી નમક લેવું.

18)ફળ ખાતા પેહલા ફળને પાણીથી ધોઈ લેવા. 

મસઅલો 2599

Reference:
Tauzihul Masael


اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ