Life of Bibi Zainab(s.a)
બીબી ઝયનબ સ.અ. ની ઝિંદગી
Life of Bibi Zainab(s.a) |
Life of Bibi Zainab(s.a)
બીબી ઝયનબ સ.અ. ની ઝિંદગી
Read Also: સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) એ ફરમાવેલ હદીસો
બીબી ઝયનબ સ.અ. ની અવલાદ
બીબી ઝયનબ સ.અ. ને 5 અવલાદ થઈ હતી. 4 દીકરાઓ અને 1 દીકરી.
દીકરાઓના નામ : ઔન, મોહમ્મદ, અબ્બાસ, અલી.
દીકરીનું નામ : ઉમ્મે કુલ્સુમ.
બીબી ઝયનબ સ.અ.ની સિફત
બીબી ઝયનબ સ.અ. એ પોતાની વાલેદા જ.ફાતેમતુઝ્ઝહરા સ.અ. પાસેથી લજ્જા, પવિત્રતા, અને પર્દાદારી વારસામાં મળ્યા હતા. બોલવાની છટા એમણે પોતાના પિતાશ્રી પાસેથી મેળવી હતી. સબ્ર અને સહનશીલતા પોતાના ભાઈ ઇમામે હસન અ.સ. પાસેથી મેળવ્યા હતા, જ્યારે બહાદુરી અને આત્મશ્રદ્ધા ઇમામે હુસૈન અ.સ. પાસેથી શીખ્યા હતા. આત્મજ્ઞાનીઓનું કઠન છે કે, "નેક સિફત, ફરઝંદમાં તેમજ ફરઝંદોના ફરઝંદમાં પણ પોતાની અસર આપે છે."
બીબી ઝયનબ સ.અ. જનાબે ફાતેમા સ.અ. ની પછી, બધી નેક સિફતોમાં જેવીકે અકલ, હોશ, બહાદુરી, સબ્ર, અમલ, અખ્લાક, હયા, બુઝુર્ગી, સંતોષ, રીઝા, તવકકુલ વગેરે માં દુનિયાની બધી સ્ત્રીઓ કરતા ઉત્તમ હતા.
બીબી ઝયનબ સ.અ.ની રૂહાની કુવ્વત
આ બીબી ઝયનબ સ.અ. ની વિલાયતની એ ઉંચી મંઝિલ હતી કે જેની બુલંદી એટલી વધેલી હતી કે બબ્બે પુત્રોની લાશો નઝર સામે પડેલી હોવા છતાં તેમજ કરબલાની અન્ય ભયાનક મુસીબતોનો મુકાબલો છતાં આપની હિમ્મત જેવી હતી તેવી જ રહી. ખુદા એ પાકના દુશ્મનોને જાણે નીચા દેખાડયા અને હઝરત રસુલે ખુદા સ.અ.વ. ના ખાનદાનની રૂહાની કુવ્વતની તાકતોને સાબિત કરી આપી.
હઝરતે મુસાની માતા માત્ર એક ફરઝંદ ને જુદો થતા ન જોઈ શકી, જયારે કરબલાની આ વીરનારીએ સત્તર હાશમી જવાનોને પોતાની નઝર સામે શહિદ થતા જોયા.
બીબી ઝયનબ સ.અ. ની મઅરેફત
બીબી ઝયનબ સ.અ. ની મઅરેફત એટલી ઉંડી હતી કે બચપણના ઝમાનામાં પોતાના પિતા હ.અલી અ.સ. થી સવાલ કર્યો કે "હે બાબા! આપ મને દોસ્ત રાખો છો?" જવાબ આપ્યો "હા, બેશક મારી આંખોના નૂર!" બીબી ઝયનબ સ.અ. એ કીધું કે "પિતાશ્રી! એક દિલમાં બે મોહબ્બત કેમ રહી શકે? અલ્લાહની મોહબ્બત તેમજ ફરઝંદની પણ મોહબ્બત!" પછી પોતેજ બોલ્યા કે "નિખાલસ મોહબ્બત માત્ર અલ્લાહ માટે જ હશે, જયારે ફરઝંદોની મહોબ્બત અલ્લાહના હુકમ અંગે હશે, અને ત્યારે જ તમે અમારા ઉપર મોહબ્બત રાખો છો એ સ્વાભાવિક છે."
"કિંબરીતે અહમર" ના કર્તાથી રિવાયત છે કે, ઇમામે ઝયનુલ આબેદીન અ.સ. થી રિવાયત છે જેનો ખુલાસો આ છે, કે તે હઝરતે ફરમાવ્યું કે "શામના એ સફર દરમિયાન અનહદ સંકટો, આફતો, મુસીબતો અને તકલીફોનો સામનો થવા છતાં અમારી ફોઈ બીબી ઝયનબ સ.અ. એ કદી પણ નમાઝે શબ તર્ક નથી કરી."
Reference:
Sirate Aimma
Read Also: અમીરુલ મોઅમેનિન(અ.સ.) ની અમૂલ્ય નસીહતો
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.