Nail cutting in Islam | નખ કાપવાના આદાબ અને ફઝીલત

Nail cutting in Islam

નખ કાપવાના આદાબ અને ફઝીલત

Nail cutting in Islam, Cutting nails on friday
Nail cutting in Islam

Nail cutting in Islam

નખ કાપવાના આદાબ અને ફઝીલત

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. 



હ.રસુલેખુદા સ.ફરમાવે  છે કે 

"નખ કાપવાથી ઘણી મોટી મોટી બીમારીઓ નાબૂદ થાય છે અને રોઝીમાં વધારો થાય છે."


હ.ઇમામ મોહમ્મદ બાકીર .સ એ ફરમાવ્યું કે 

"નખ કાપવાનો હુકમ એટલા માટે છે કે નખ જયારે વધી જાય છે ત્યારે શયતાન ને ગંદકી ફેલાવવાની તક મળે છે અને ભૂલકણો સ્વભાવ બને છે."


હ.રસુલેખુદા સ. એ દાંતોથી નખ કાપવાની સખ્ત મનાઈ કરી છે.


હ.ઇમામ જાફરે સાદિક અ.સ. એ ફરમાવ્યું કે 

"શુક્રવારે નખ કાપવાથી રક્તપિત્ત,કોઢ,રતાંધણાપણું અને વાળ ખરવાની બીમારીથી રક્ષણ મળે છે.

જે માણસ દર શુક્રવારે મૂછો અને નખ કપાવશે તે એક અઠવાડિયા સુધી પાક રહેશે."


હદીસમાં છે કે 

"દર શુક્રવારે મૂછો અને નખ કપાવવાથી માથાને ખત્મી(ગુલ ખયર)થી ધોશે તો ગરીબી દૂર થાય છે અને રોઝીમાં વધારો થાય છે.


"જે માણસ પોતાના નખ જુમેરાતના કપાવે અને એક નખ જુમ્માના દિવસ માટે બાકી રાખે તો ખુદા તેની તકલીફો ને દૂર કરશે."


હ.રસુલેખુદા સ. ફરમાવે છે 

"પોતાના નખ જુમ્માના દિવસે કપાવો. અલ્લાહ તઆલા આ અમલ ના કારણે આંગળીઓના જોડમાંથી દર્દ દૂર કરી દે છે."


હ.અમીરુલ મોઅમેનીન .સ. ફરમાવે છે કે 

"જુમ્માના દિવસે નખ કપાવવાથી દરેક પ્રકારની બીમારી દૂર થાય છે જુમેરાત ના નખ કપાવવાથી રોઝી માં વધારો થાય છે."


હ.ઇમામ જાફરે સાદિક .સ. ફરમાવે છે કે 

"જે માણસ જુમ્માના દિવસે નખ કપાવશે તેની આંગળીઓમાં ક્યારેય તકલીફ નહિ થાય."


Read Alsoદુઆએ નૂર તરજુમા સાથે...


હ.અમીરુલ મોઅમેનીન થી નકલ છે કે 

હ.રસુલેખુદા સ. એ આપણને ચાર વસ્તુઓને માટીમાં છુપાવવાનો હુકમ આપ્યો છે.

1)વાળ

2)દાંત 

3)નખ 

4)લોહી

Reference:

Tehzibe Aale Mohammad s.


اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ