Manners of Sleeping in Islam | સુવાના આદાબ

Manners of Sleeping in Islam

સુવાના આદાબ  

Manners of Sleeping in Islam, Hadith on Sleeping
Manners of Sleeping in Islam


Manners of Sleeping in Islam

સુવાના આદાબ 

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoખિલાલ (દાંત સાફ) કરવાની ફઝીલત અને આદાબ 

સુબ્હે સાદિકથી સૂર્યોદય સુધી, સૂર્યાસ્ત થી લઈને ઈશાની નમાઝ વચ્ચે, તથા અસરની નમાઝ બાદ સૂવું મકરૂહ છે.


ઉનાળામાં ઝોહરની નમાઝ પહેલા અને અન્ય દિવસોમાં ઝોહર અને અસરની વચ્ચે થોડીક ઊંઘ લેવી સુન્નત છે.


હ.રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે, 

ત્રણ કાર્યોથી ઝમીન અલ્લાહ પાસે ફરિયાદ કરે છે.

1) ગેરકાયદેસર લોહી થી, જે ઝમીન પર વહેવડાવવામાં આવે,

2) વ્યભિચાર પછીના સ્ન્નાન ના પાણીથી, 

3) સૂર્યોદય પહેલા જે માણસ સૂતો રહે તેનાથી.


હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે, 

સવારે સૂવું મનહૂસ(ખરાબ) છે. તેનાથી રોજીમાં ઘટાડો થાય છે. શરીરનો રંગ ફિક્કો પડી જય છે. ચેહરો બેડોળ અને વિપરીત થઈ જાય છે. સવારે સૂવું એટલા માટે ખરાબ છે કેમકે ખુદા તઆલા સુબ્હે સાદિક થી સૂર્યોદય સુધીમાં રોજીની વહેંચણી કરે છે ખબરદાર! આ સમયે સૂવું નહિ. 


એક માણસ જ.રસુલે ખુદા સ.અ.વ. ની સેવામાં હાજર થઈ અરજ કરી કે પહેલા મારી યાદશક્તિ સારી હતી.પરંતુ હવે યાદશક્તિ મંદ પડી ગઈ છે. 

હઝરત એ ફરમાવ્યું કે,

શું તું પેહલા બપોરે થોડોક આરામ કરતો હતો? હવે તું આરામ નથી કરતો? 

તેણે કહ્યું હા રસુલલ્લાહ સ.!

હઝરતે ફરમાવ્યું, ફરી બપોરે આરામ લેવાનું ચાલુ કરી દે. તેણે તે મુજબ આરામ શરુ કર્યો તો તેની યાદશક્તિ વધી ગઈ.


હદીસમાં છે કે,

બપોરે જમ્યા પછી થોડોક આરામ કરો. કેમકે શયતાન બપોરે આરામ કરતો નથી. બપોરનો થોડોક આરામ રાતના જાગવામાં અને અલ્લાહની ઈબાદત કરવામાં મદદરૂપ થાય છે.


હ.રસુલે ખુદા સ.અ.વ. એ ત્રણ પ્રકાર ના લોકો પર લાનત(ઘૃણા)કરી છે.

1) જે એકલો જમવા બેસે.

2) જે એકલો મુસાફરી કરે,

3) જે ઘરમાં એકલો સુએ.


હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે, 

જે માણસને મેદાનમાં યા ઘરમાં એકલા સૂવું પડે તો જરૂરી છે કે આ દુઆ પઢે.

"હે અલ્લાહ! ભયના સમયે મને સાથ આપ. એકલપણામાં મારી મદદ કર."


હ.રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે,

સૂતી વખતે પોતાના બાળકોના હાથ અને મોં ધોવરાવી દો. નહીંતર શયતાન તેમના હાથ મોં સુંઘશે તો બાળકો ડરી જશે.


સુન્નત છે કે, 

જમણા પડખે કીબ્લાની તરફ મોં રાખી સુવે. જમણો હાથ ગાલની નીચે રાખે. ડાબા પડખે સૂવું મકરૂહ છે.


હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે, 

સુતા પેહલા સુરે કાફેરૂન અને કુલ હોવલ્લાહ પઢો. કારણકે સૂર એ કાફેરૂન શિર્કથી નારાજગી દેખાડે છે. અને સુરે કુલ્હોવલ્લાહ અલ્લાહ ની એકતાની જાહેરાત કરે છે.


હ.ઇમામ રઝા અ.સ. ફરમાવે છે કે, 

જે માણસ સૂતી વખતે આયતુલ કુરસી પઢે તો લકવાથી સલામત રહેશે.


હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે, 

જે માણસ વઝુ કરીને સુવે તેની પથારી મસ્જીદ નો હુકમ રાખે છે. અગર સુઈ ગયા પછી યાદ આવે કે વઝુ કર્યું નથી તો પથારી પર જ તયમ્મુમ કરી લે, કેમકે વઝુ યા તયમ્મુમ ની સાથે અલ્લાહ ને યાદ કરતા કરતા સુઈ જાય તો તેનું સૂવું નમાઝ પઢવા બરાબર સમજવામાં આવશે.

Reference:

Tehzibe Aale Mohammad s.

Read Alsoનામેહરમ સ્ત્રી પર નઝર નાખવા વિષે..

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ