Importance of Brushing Teeth in Islam | ખિલાલ (દાંત સાફ) કરવાની ફઝીલત અને આદાબ

Importance of Brushing Teeth in Islam

ખિલાલ (દાંત સાફ) કરવાની ફઝીલત અને આદાબ 

Importance of Brushing Teeth in Islam, Hadith about Brushing Teeth

Importance of Brushing Teeth in Islam


Importance of Brushing Teeth in Islam

ખિલાલ (દાંત સાફ) કરવાની ફઝીલત અને આદાબ

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoમાથાના વાળ રાખવાના આદાબ

હ. ઇમામ જઅફરે સાદિક અ.સ. થી નકલ છે કે, 

હ. જીબ્રઈલ જનાબે રસુલે ખુદા સ.અ.વ.ના માટે ખિલાલ (દાંત સાફ કરવા માટે) લાવ્યા અને કહ્યું કે ખિલાલ કરવાથી દાંતોના મૂળ મજબૂત થાય છે. તથા દાંતોની સાચવણી થાય છે અને રોજીમાં વધારો થાય છે.


હ.અમીરુલ મોઅમેનીન અ.સ. એ ફરમાવ્યું કે,

ઝાડું (સાવરણી)ની સળીથી દાંત ખોતરવાથી ગરીબી તથા ગાંડપણ આવે છે.


હ.રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું કે, 

મહેમાનોના હક માંથી એક હક એ પણ છે કે મેહમાન માટે ખિલાલ(દાંત સાફ કરવાની સળી)ની વ્યવસ્થા કરવામાં આવે. 

એ પણ ફરમાવ્યું કે ખિલાલ કરો. કેમકે ફરિશ્તા કોઈના મોમાં ખોરાકના કણો જુએ છે તો તેનાથી વધારે બીજા કોઈને દુશ્મન નથી સમજતા.


હ. ઇમામ જઅફરે સાદિક અ.સ. એ ફરમાવ્યું કે, ખોરાકના જે કણો દાંતોના મૂળમાં (પેઢા પર) હોય તેને ખાઓ. પરંતુ જે કણો બે દાંતોની વચ્ચે ફસાયેલા હોઈ તેને ખોતરીને ફેંકી દો.


દાંત ખોતરવાથી ખોરાકના કણો નીકળે તેને ખાઓ નહિ. તેના લીધે શરીર ની અંદર જખમ પેદા થાય છે. 


દાંતણ કરવું એ પયગંબરોની સુન્નત છે.


હ.રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે,

જ.જીબ્રઇલ એ મને દાંતણ કરવા માટે એટલો આગ્રહ કર્યો કે મને અંદેશો થયો કે મારી ઉમ્મત માટે દાંતણ કરવું વાજીબ થઈ જશે.


હ. ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે,

દાંતણ કરવાના 12 ફાયદા છે.

1)પયગંબરોની સુન્નત છે.

2)મોં સાફ થાય છે.

3)આંખોનું તેજ વધે છે.

4)ખુદા ખુશ થાય છે.

5)કફ દૂર થાય છે.

6)યાદશક્તિમાં વધારો થાય છે.

7)દાંત સફેદ થાય છે.

8)નેક અમલનો સવાબ વધી જાય છે.

9)દાંતોમાં સડો પેદા થતો નથી. દાંત પડી જતા નથી.

10)દાંતોના મૂળ મજબૂત થાય છે.

11)ભૂખ વધારે લાગે છે.

12)ફરિશ્તા દાંતણ કરવાવાળા થી વધારે ખુશ થાય છે.


હ.અમીરુલ મોઅમેનીન ફરમાવે છે કે, 

અગર કોઈ માણસ વઝુની સાથે દાંતણ કરશે તો જયારે નમાઝ પઢવા ઊભો થશે ત્યારે એક ફરિશ્તો આવી તેના મોં પાર મોં રાખી દેશે. તથા જે કઈ તેના મોં માંથી નીકળશે તેને મહેફૂઝ કરી લેશે.અગર કોઈએ દાંતણ નહિ કર્યું હોય તો અલગ ઊભો રહી તેની કિરઅત સાંભળશે.

Reference:

Tehzibe Aale Mohammad s.

Read Alsoદાઢીના રાખવાના આદાબ અને ફઝીલત

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you have any query, Please let me know.