Hadith of Bibi Fatima(s.a.) | સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) એ ફરમાવેલ હદીસો

 Hadith of Bibi Fatima(s.a.)

સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) એ ફરમાવેલ હદીસો  

Hadith of Bibi Zahra(s.a.), Hadith of Bibi Fatima(s.a.)

Hadith of Bibi Fatima(s.a.)


Hadith of Bibi Fatima(s.a.)

સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.)એ ફરમાવેલ હદીસો  

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoબીબી ઝહરા(સ.અ.) બચપણથી 18 વર્ષ સુધી


1. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે અફસોસ તે ઓરત પર કે જેનો શોહર તેનાથી નારાઝ હોય અને ખુશનસીબ છે તે ઓરત કે જેનો શોહર તેનાથી રાઝી હોય

(બેહાર 8-310)


2. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે અય ઝહરા! સખાવત કર, કારણકે સખાવત જન્નતના ઝાડમાંથી એક ઝાડ છે કે જેની ડાળી આસમાની દુનિયામાં વિખરાયેલ છે અને જે કોઈ તે ઝાડની એક ડાળી પકડી લેશે તે જન્નતમાં જશે. 

(અલબહજત 1-266)


3. જે કોઈ અલ્લાહ તરફ ખાલિસ ઈબાદતો મોકલશે તો ખુદાવંદ પણ સૌથી સારી વસ્તુ જે તેના માટે બેહતર હશે તે મોકલશે. 

(બેહાર 71-183)


4. જે કોઈ સય્યદ સાથે નેકી કરશે અને તે સય્યદ નેકીનો બદલો નહિ આપી શકે તો હું ખુદ તે નેકી કરનારને ઇનામ આપીશ. 

(બેહાર 96-225)


5. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. ફરમાવતા હતા કે જે કોઈ ત્રણ દિવસ મારા અને તારા પર સલવાત મોકલશે તો જન્નત તેની જ છે. 

(મનાકીબ શજરે આશુબ 3-365)


6.ખુદાવંદે વાજીબ કર્યું છે કે પાકદામન અને શાદીશુદા ઓરતો તરફ બુરી તોહમત ન નાખો જેના થકી અલ્લાહની લાનત થવાથી બચી જાવ. 

(બેહાર 6-107)


7. ખુદાવંદે પાકદામનીને બચાવી રાખવા માટે ચોરી કરવાની મનાઈ કરી છે. 

(બેહાર 6-108)


8. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે જે કોઈ અકીકની વીટીં પહેરશે તે હંમેશા ફાયદામાં રહેશે. 

(વસાએલુશ શિયા 5-88)


9. ખુદા એ નમાઝને તકબ્બુરથી બચવા માટે રાખેલ છે. (બેહાર 6-107)


10. જે કોઈ સૂર એ હદીદ, સુરે વાકેઆ અને સુરે રહેમાનની તિલાવત કરતો હશે તેને ઝમીન અને આસમાનમાં જન્નતી કહેવામાં આવશે.

(કન્ઝુલ ઉમ્માલ 1-582)


11. તે રોઝેદારને તેનો રોઝો ફાયદો નહિ પોંહચાડે જે પોતાની ઝબાન, આંખ, કાન અને બીજા શરીરના ભાગોને ગુનાહથી નથી બચાવતો. 

(બેહાર 96-294)


12. ખુદા એ વઝન અને જોખવામાં બરાબર ધ્યાન આપવાનું વાજીબ કર્યું છે જેથી કોઈનો હક આપણી ગરદન પર બાકી ન રહી જાય. 

(બેહાર 6-107)


13.ખુદા એ સબ્રને બેહતરીન ઇનામ નો વસીલો બનાવ્યો છે. 

(બેહાર 6-107)


14.ખુદાવંદે મન્નત ને પુરી કરવાની તાકીદ કરી છે જેના થકી ગુનાહો બક્ષાય જાય.

(બેહાર 6-107)


15. મને તમારી દુનિયામાં ત્રણ ચીઝ વધારે પસંદ છે.

1)કુરઆનની તિલાવત 

2)રસુલે ખુદા સ.અ.વ.ના ચેહરાની ઝીયારત 

3)રાહે ખુદમાં ખૈરાત

(વકાયેઉલ અય્યામ, સેયામ-295)


16. મોઅમીનો સામે હસમુખ રહેવાનો સવાબ જન્નત છે.

(બેહાર 75-401)


17. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું કે તમારામાંથી બેહતરીન લોકો એ છે કે જે મોમીનો સામે મહેરબાન હોય છે અને પોતાની ઘરવાળીઓ સામે કરીમ હોય છે.

(મસ્નદે ફાતેમા ઝહરા 221)


18. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ.એ ફરમાવ્યું કે અય ફાતેમા! કંજુસાઈ કરવાથી પરહેઝ કર, કારણકે કંજુસાઈ જહન્નમનું એક ઝાડ છે જેની ડાળીઓ ઝમીન પર છે, જે કોઈ ડાળીમાં લટકાઈ જશે તે જહન્નમ માં જશે.

(દલાએલે ઇમામત 4)


19. ખુદાવંદે માબાપ સાથે નેકી કરવાને પોતાના ગઝબથી બચવાનું કારણ બતાવ્યું છે. 

(બેહાર 6-107)


20. બીબી ફરમાવે છે કે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું જે કોઈ જમ્યા પછી હાથ ધોયા વગર સુઈ જાય તો તે પોતે જ પોતાને મલામત કરે છે.

(બેહજત 1-302)


Read Alsoદુઆ

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.



ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ

If you have any query, Please let me know.