Hadith of Maula Ali(a.s) | અમીરુલ મોઅમેનિન(અ.સ.) ની અમૂલ્ય નસીહતો

Hadith of Maula Ali(a.s)

અમીરુલ મોઅમેનિન(અ.સ.) ની અમૂલ્ય નસીહતો 

Hadith of Maula Ali, Hadith of Imam Ali
Hadith of Maula Ali


Hadith of Maula Ali(a.s)

અમીરુલ મોઅમેનિન(અ.સ.) ની અમૂલ્ય નસીહતો 

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoબીબી ઝહરા(સ.અ.) બચપણથી 18 વર્ષ સુધી


1) તમારી દુનિયા મારી દ્રષ્ટિમાં બકરીની છીંકથી પણ વધારે મૂલ્યહીન છે.


2) જેની દ્રષ્ટિ સમક્ષ દોઝખ અને જન્નત છે, તેનું ધ્યાન બીજી તરફ નથી જઈ શક્તું. જે ઝડપથી દોડવાવાળો છે તે નજાત પામેલ છે.


3) આળસ કરનારો હોય તેને તો દોઝખમાં જ પડવાનું છે.


4) દરમિયાનનો રસ્તો જ સીધો છે આ માર્ગ પર સદા રહેવાવાળી અલ્લાહની કિતાબ અને નબુવ્વતના અવશેષો છે. એનાથી જ શરીઅત નો આરંભ થયો અને અમલમાં આવી.(અને એની તરફ) અંતે પાછું ફરવાનું છે.


5) મૂળ અને પાયો જે તકવા પર હોય બરબાદ નથી થતો અને તેના હોવા પછી કોઈ કૌમની(અમલની) ખેતી જળહીન અને શુષ્ક નથી રહેતી.


6) બધા લોકોમાં સૌથી વધારે કોપ પાત્ર ખુદાની પાસે બે જણાં છે.

એક એ જેને ખુદા એ એના મનને આધીન કરી દીધો હોય.

બીજો શખ્સ એ જેણે જહાલતની વાતોને અહીં-તહીંથી એકઠી કરી લીધી છે.


તે સંદેહોની ગુંચવાળોમાં એવી રીતે ફસાયેલો છે, જેવી રીતે કરોળિયો પોતાની જ જાળની અંદર ફસાય છે. તેઓ સમક્ષ નેકીથી વધારે કોઈ બુરાઈ નથી અને બુરાઈથી વધીને કોઈ નેકી નથી.


7) જે પરિસ્થિતિ ને તમારા મરનારાઓએ જોઈ છે, જો તમે પણ તેને જોઈ લેતે તો ગભરાઈ જાતે અને વિહ્વળ અને વ્યાકુળ થઇ જાતે અને સત્યની વાત સાંભળવા અને તેના પર અમલ કરવા તૈયાર થઇ જાતે પરંતુ તેઓએ જે કઈ કર્યું છે તે હજી તમારાથી છૂપું છે.


8) તમારી નિશ્ચિત મંઝિલ તમારી સામે છે. મૌતની ઘડી તમારી પાછળ છે. જે તમને આગળ ધકેલી રહી છે.


9) બેશક માલ અને અવલાદ દુનિયાની ખેતી છે અને નેક કાર્યો આખેરતની ખેતી છે અને અમુક લોકો માટે અલ્લાહ આ બંને વસ્તુને એકઠી કરી દે છે.


10) જેટલા અલ્લાહે ડરાવ્યા છે, એટલા તેનાથી ડરતા રહો.


11) જે શખ્સ કોઈ અન્ય માટે અમલ કરે છે અલ્લાહ તેને તેના જ હવાલે કરી દે છે. અમે અલ્લાહથી શહીદોનું સ્થાન, નેકોનો સહવાસ અને નબીઓની દોસ્તી માંગીયે છીએ.


12) આજનો દિવસ તૈયારીનો છે અને કાલનો દોડવાનો છે.


13) યાદ રાખો! આજે તમે આશાઓના યુગમાં છો, જેની પાછળ મૃત્યુનો કાળ છે, એટલે જે  મૃત્યુની પહેલા આ આશાઓના દિવસોમાં કર્મ કરી લે છે, તો આ કર્મો તેના માટે ફાયદામંદ સાબિત થાય છે અને મૌત તેનું કઈ બગાડી નથી શકતી.


14) મને તમારા સંબંધમાં સૌથી વધારે બે વાતોનો ડર છે. એક ઇચ્છાઓની પેયરવી અને આકાંશાઓનો વિસ્તાર, આ દુનિયામાં રહીને તેનાથી એટલું ભાતું લઇ લ્યો જેટલું કાલે તમારી જાતને બચાવી શકો.


Reference:

Nahjul Balagah

 

Read Alsoસૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) એ ફરમાવેલ હદીસો


اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.



   

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ