Life in Barzakh
બરઝખ
Life in Barzakh |
Life in Barzakh
બરઝખ
Read Also: બીબી ઝયનબ સ.અ. ની ઝિંદગી
અલી બિન ઈબ્રાહીમની તફસીરમાં છે કે, બરઝખ બે બાબતોની વચ્ચેનો હુકમ છે. તે દુનિયા અને આખેરત વચ્ચે સવાબ અને અઝાબ છે. આ વિષયમાં હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે, "મને તમારા વિષે માત્ર બરઝખના બારામાં જ ડર છે."
ખુદાવંદે આલમના આ કૌલ 'વરાએહિમ-બરઝખ...' વિષે ફરમાવ્યું : "બરઝખનો અર્થ કબ્ર છે, જેમાં લોકોની ઝિંદગી બહુજ સખ્તી અને તંગીમાં હશે. ખુદાની કસમ, કબ્ર જન્નતના બાગોમાંથી એક બાગ છે અથવા જહન્નમના ખાડાઓમાંથી એક ખાડો છે."
- હ.ઇમામ મહદી(અ.સ.)
બરઝખમાં અહીંના શરીર જેવા શરીર હશે.
એક રિવાયતમાં છે કે જયારે ખુદાવંદે આલમ મોઅમીનની રૂહ કબ્ઝ કરી લે છે ત્યારે તેની રૂહને દુનિયાના શરીર જેવા શરીરમાં પરિવર્તિત કરી નાખે છે. એ સ્વરૂપમાં તે ખાય-પીવે છે. અને તેની પાસે આવી જાય તો એવી રીતે તેને ઓળખી લે છે જેવી રીતે તે દુનિયામાં હતો.
-હ.ઇમામ જઅફરે સાદિક(અ.સ.)
બરઝખની હાલતમાં મોઅમીનોની રુહો
હમ્માદ બિન ઉસ્માન, હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. થી રિવાયત કરે છે કે આપની સામે રૂહોનો ઉલ્લેખ થયો અને મોઅમીનોની રૂહોનો ઉલ્લેખ થયો ત્યારે આપે ફરમાવ્યું, "તે(રુહો) પરસ્પર મળતી રહે છે." મેં પૂછ્યું, "શું પરસ્પર મળતી પણ રહે છે?" ફરમાવ્યું, "હા, બલ્કે એકબીજાના ખબર-અંતર પણ પૂછે છે અને એકબીજાને ઓળખે પણ છે. એટલે સુધી કે જો તમે તેને જુઓ તો કહી શકો કે આ ફલાણો માણસ છે."
મોઅમીનોની રુહો જન્નતમાં ઓરડાઓમાં છે. જન્નતનું ખાણું ખાય છે અને તેનું પીણું પીવે છે. એકબીજા સાથે મળતી રહે છે. અને કહે છે કે અય અમારા પરવરદિગાર ! કયામત બરપા ફરમાવ અને તારા એ વાયદાઓને પુરા ફરમાવ જે તે અમારી સાથે કર્યા છે.
-હ.ઇમામ જઅફરે સાદિક અ.સ.
"...........જાણી લેવું જોઈએ કે ઝમીનનો પૂર્વ અને પશ્ચિમનો કોઈ મોઅમીન એવો નથી (જેની રૂહને) ખુદાવંદે આલમ વાદીઉસ્સલામમાં ન બોલાવે." મેં પૂછ્યું, "વાદીઉસ્સલામ ક્યાં છે?"
આપે ફરમાવ્યું, "કુફાની પાછળની બાજુએ, તમને એ વાતની ખબર હોવી જોઈએ કે હું તેઓને જોઈ રહ્યો છું અને તેઓ સમૂહમાં બેસીને વાતો કરી રહ્યા છે."
-હ.ઇમામ જઅફરે સાદિક અ.સ.
કાફીરોની રુહો
(કાફીરોની રુહો વિષે ફરમાવ્યું કે) તે જહન્નમના ઓરડાઓમાં છે. ત્યાંનું ખાણું ખાઈ રહી છે અને ત્યાંનું પીણું પી રહી છે. એકબીજાને હળતી-મળતી રહે છે અને કહે છે કે "એ અમારા પરવરદિગાર! તું કયામતને બરપા કરતો નહિ કે તારા એ વાયદાઓ પૂરાં ન થઇ જાય જે તે અમને કર્યા છે."
-હ.અલી(અ .સ.)
Reference:
Mizanul Hikmat Part-1
Read Also: કતએ રહેમ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.