Gunah e Kabira Shia
કતએ રહેમ
Gunah e Kabira |
Gunah e Kabira Shia
કતએ રહેમ
Read Also: બીબી ઝયનબ સ.અ. ની ઝિંદગી
સગાં સાથે સંબંધ તોડવો
કુરઆને મજીદમાં કતએ રહેમ કરનાર ને જહન્નમની આગ અને ખુદાની લઅનતને પાત્ર ગણવામાં આવ્યા છે. તેમજ કતએ રહેમ કરનારને નુકસાન ઉઠાવનાર ગણાવાયા છે.
હ.ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)એ ફરમાવ્યું કે,
"કતએ રહેમ કરવાથી બચો, કેમકે કુરઆને મજીદમાં મેં કતએ રહેમ કરનારને ત્રણ જગ્યાએ લઅનત(ફિટકાર) ને પાત્ર થવાનો ઉલ્લેખ જોયો છે."
સગા-વ્હાલાની બુરાઈ સામે નેકી
એક શખ્સે ઇમામ જઅફરે સાદિક અ.સ.ની ખિદમતમાં પોતાના સગા વિષે ફરિયાદ કરી, તો ઇમામે ફરમાવ્યું,
"તારો ગુસ્સો ગળી જા અને તેમની(સગા-વ્હાલાની) સાથે સારો વ્યવહાર કર". તેણે કહ્યું :"મારા સગાઓ મને કેવી કેવી તકલીફ પહોંચાડે છે, એવી કોઈ તકલીફ નથી જે મારા સગાઓએ મને ન પહોંચાડી હોઈ. અને તેવી કોઈ બુરાઈ નથી કે જે મારા સગાઓએ મારી સાથે ન કરી હોઈ." હઝરતે જવાબમાં ફરમાવ્યું, " શું તું પણ તેમની જેમ 'કતએ રહેમ' કરવા માંગે છે. તેમની સાથે સદવર્તન કરવાનું છોડી દેવા માંગે છે? જો એમ હોઈ તો તું પણ તેમના જેવો જ થઇ જઈશ અને ખુદાવંદે આલમ તારી ઉપર 'નઝરે રહમત' નહિ કરે."
હ.ઇમામ મોહમ્મદ બાકીર અ.સ. ફરમાવે છે કે,
"ત્રણ બુરાઈ એવી છે, જેનો કરનાર તેના ખરાબ પરિણામ આ દુનિયામાં અનુભવ્યા પછી જ આ દુનિયાથી જાય છે.
જેમાં પહેલી બુરાઈ 'ઝુલ્મ', બીજી 'કતએ રહેમ' અને ત્રીજી 'ખોટી કસમ ખાવી' છે."
(કાફી)
કતએ રહેમથી મૌત નઝદીક આવે છે.
હઝરત અલી બિન અબી તાલિબ અ.સ. આપના એક ખુતબામાં ફરમાવે છે,
"હું એવા ગુનાહોથી અલ્લાહનું શરણ શોધું છુ, જેના કારણે મૌત નઝદીક થઇ જાય છે." કોઈએ સવાલ કર્યો, "મૌલા, શું એવા પણ ગુનાહો છે જેના કારણે મૌત વહેલું આવે છે? " આપે ફરમાવ્યું "હા! 'કતએ રહેમ', એવા કુટુંબો જે હળી-મળીને રહેતા હોઈ, એકબીજાની રીતે બધી સંભાળ લેતા હોય, ખુદા એમની રોઝીમાં બરકત અતા કરે છે. અને એવા કુટુંબો જે એક બીજાથી દુર અને સંબંધો જાળવ્યા વગર (અલગ-અલગ) રહે છે, ખુદા તેમની રોઝીમાંથી બરકત ઉઠાવી લે છે. તેમની ઉંમર ઘટાડી દે છે, પછી તે બધા મુત્તકી કેમ ન હોય?"
સિલે રહેમ કરનારા પુલે સીરાત પરથી સહેલાઈથી પસાર થઇ જશે.
હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અ.સ. એ હઝરત અબુઝરે ગફ્ફારીથી અને તેઓએ રસુલે ખુદા સ.અ.વ.ની રિવાયત નોંધી છે.
"સેરાત (જહન્નમની ઉપર એક પુલ છે, જેના પરથી દરેકે પસાર થવું પડશે) ની બંને બાજુએ 'સિલે રહેમ' અને 'અમાનત' હશે. સિલે રહેમ અને અમાનત અદા કરનારા પુલે સીરાત પરથી સહેલાઇથી પસાર થઈને જન્નતમાં પહોંચી જશે. અમાનતમાં ખયાનત કરનારા અને કતએ રહેમ કરનારાઓને તેમનો કોઈ અમલ ફાયદો નહિ પહોંચાડે અને તેઓ પુલે સીરાત પરથી જહન્નમની આગમાં ફેંકાઈ જશે.
(કાફી)
Reference:
Gunahe Kabira Part-1
Read Also: અમીરુલ મોઅમેનિન(અ.સ.) ની અમૂલ્ય નસીહતો
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.