Haya in Islam
હયા (શરમ)
Haya in Islam |
Haya in Islam
હયા (શરમ)
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.
Read Also: બરઝખ
- હયા તમામ સારી વાતોનું કારણ છે.
(બેહારૂલ અનવાર)
- હયા ફક્ત બેહતરી(ભલાઈ) લાવે છે.
- હ.અલી અ.સ. (કન્ઝુલ ઉમ્માલ)
- દુનિયાના ખુબસુરત પોશાકોમાંથી હયા અને શરમ(એક પોશાક) છે.
- હયા તમામ સારી વાતોની ચાવી છે.
- હ.અલી અ.સ. (ગોરરુલ હકમ)
- જેણે હયાની ચાદર ઢાંકી છે, તેના ઐબ લોકોથી છુપા રહે છે.
-બેહારૂલ અનવાર
- લોકોમાં સૌથી વધારે અક્લમંદ એ માણસ હોય છે જે તેનામાં વધારે શરમો હયા રાખે છે.
-હ.અલી અ.સ. (ગોરરુલ હકમ)
- હયા અને ઈમાન એક જ જગ્યાના પરસ્પર ના સાથી છે... જયારે તેમાંથી એક ચાલ્યું જાય છે ત્યારે બીજું પણ તેની પાછળ પાછળ ચાલ્યું જાય છે.
- ઇમામ મોહમ્મદ બાકીર અ.સ. (બેહારૂલ અનવાર)
- દરેક દીનના એક અખ્લાક હોય છે. ઇસ્લામ ના અખ્લાક હયા છે.
- જે માણસ લોકોથી શરમ નથી રાખતો, તે ખુદાવંદે સુબ્હાનહુ થી પણ શરમ નથી કરતો.
-હ.અલી અ.સ. (ગોરરુલ હકમ)
- જે માણસ ઐબવાળી વાતોથી હયા કરતો નથી, તે વૃદ્ધાવસ્થાના જમાનામાં ખરાબ કામોથી બચતો નથી, અને ગુસ્સાની હાલતમાં ખુદાથી ડરતો નથી, તેનામાં કોઈ ખૂબી નથી.
-ઇમામ જઅફરે સાદિક અ.સ. (બેહારૂલ અનવાર)
- હયાના દસ ભાગોમાંથી નવ સ્ત્રીઓમાં અને એક પુરુષમાં છે.
-હ.રસુલે ખુદા સ.અ.વ.(કન્ઝુલ ઉમ્માલ)
- ત્રણ બાબતો એવી છે, જેનાથી હયા ન કરવી જોઈએ.
1) ઇન્સાને પોતાના મહેમાનની ખિદમત કરવી.
2) પોતાના પિતાની તઅઝીમ માટે પોતાની જગ્યાએથી ઉભા થવું.
3) પોતાને તઅલીમ આપનાર ને માન આપવા ઉભા થવું.
-હ.અલી અ.સ. (ગોરરુલ હકમ)
Reference:
Mizanul Hikmat Part-2
Read Also: તિજારત (વેપાર)
اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.