Business in Islam
તિજારત (વેપાર)
Business in Islam |
Business in Islam
તિજારત (વેપાર)
Read Also: બરઝખ
વેપાર અકલમાં વધારો કરે છે.
- હ.ઇમામ જઅફરે સાદિક અ.સ.
વેપારની શોધમાં નીકળો, કેમકે તેમાં લોકોથી બેનિયાઝી(સ્વતંત્રતા) છે અને ખુદાવંદે આલમ અમીન સમાન ધંધો કરનારને દોસ્ત રાખે છે.
-હ.અલી(અ.સ)
મોઅલ્લા બિન ખુનૈસ કહે છે કે મને બજારમાં જવાનું મોડું થયું, હ.ઇમામ જઅફરે સાદિક અ.સ. એ મને બજારમાં મોડો જોઈ જતા ફરમાવ્યું, "તમારી ઇઝ્ઝત અને આબરૂને ધ્યાનમાં લઈને વહેલી સવારે (બજારમાં) જાવ."
વેપારના આદાબ
અય વેપારીઓ! પહેલા ફિકહ પછી વેપાર, પહેલા ફિકહ પછી વેપાર, પહેલા ફિકહ પછી વેપાર.
હ.અલી અ.સ.
જે વેપાર કરવા માંગે છે તેણે પહેલા પોતાના દિનને સમજી લેવો જોઈએ. જેથી તે હલાલ અને હરામને ઓળખી શકે. જે માણસ દિનને સમજ્યા વગર વેપાર કરશે તે શંકાઓમાં ઘેરાઈ જશે.
-હ.ઇમામ જઅફરે સાદિક અ.સ.
ચાર સિફતો એવી છે જે કોઈનામાં જોવા ન મળે તો તેનું ચરિત્ર પાકો-પાકીઝા અને સાફ હશે.
1) જયારે કોઈ પાસેથી કોઈ વસ્તુ ખરીદે, તો તેમાં ઐબ ન કાઢે.
2) જયારે પોતાની કોઈ વસ્તુ વેચે ત્યારે તેના વખાણ ન કરે.
3) ખોડખાંપણ અને ભેળસેળનો વ્યવહાર ન કરે. અને
4) લેણ-દેણ માં કસમ ન ખાય.
જે લેણ-દેણ કરવા માંગે, તેણે પાંચ બાબતોથી દૂર રહેવું જોઈએ. નહીંતર લેણ-દેણ કરવાનું છોડી દે.
1)વ્યાજ
2)કસમ
3)ઐબનું છુપાવવું.
4)વેચતી વખતે પોતાની વસ્તુના વખાણ કરવા.
5)ખરીદતી વખતે બીજાની વસ્તુની ટીકા કરવી.
કારોબારમાં સદકો આપ્યા કરો.
અય વેપારી! વેપાર-ધંધા માં ગુનાહ અને શૈતાન ભળી જતા હોય છે. તેથી તેમાંથી સદકો આપ્યા કરો.
-હ.રસુલે ખુદા સ.અ.વ.
ભાવતાલ
ગ્રાહક સાથે ભાવતાલ કરો, આ સારી વાત છે. એ વાત જુદી છે કે આપનારો વધારે આપે કેમકે ખરીદ અને વેચાણમાં ખોટ આવી તે સારું નથી હોતું. અને ન તો તેનું કોઈ મહેનતાણું મળે છે.
-હ.ઇમામ મોહમ્મદ બાકીર અ.સ.
સાચું બોલનાર વેપારી
સાચા વેપારીને જન્નતમાં કોઈપણ દરવાજા માંથી પ્રવેશતો રોકવામાં નહિ આવે.
-હ.રસુલે ખુદા સ.અ.વ.
Reference:
Mizanul Hikmat Part-1
Read Also: કતએ રહેમ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.