Life of Bibi Fatima | બીબી ઝહરા(સ.અ.) બચપણથી 18 વર્ષ સુધી

Life of Bibi Fatima

બીબી ઝહરા(સ.અ.) બચપણથી 18 વર્ષ સુધી

Life of Bibi Fatima, Hazrat Fatima
Life of Bibi Fatima

Life of Bibi Fatima

બીબી ઝહરા(સ.અ.) બચપણથી 18 વર્ષ સુધી

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoસૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) ના અણમોલ વચનો


બીબીનું બચપણ

  • જનાબે સય્યદાના બચપણ અને તરબીયત માં એ વાતો નહોતી જે આમ છોકરીઓની વાતો આ વય માં હોય છે. ઉમ્મે સલમાને કહેવામાં આવ્યું કે તેમણે ફાતેમાને ઉસુલે તેહઝીબ(શિષ્ઠાચારના સિદ્ધાંતો) ની તાલીમ આપવી. એમણે જવાબ આપ્યો કે "હું તે વળી આ મુજસ્સમએ ઈસ્મત અને તહારતને આ પવિત્રતા અને નિર્દોષતાની જીવંત યાદને અખ્લાક અને આદાબ, આચાર અને રીતભાત ની તે તાલીમ શું આપવાની હતી ? હું પોતે એ કમસીન બચ્ચી પાસેથી તાલીમ લેતી આવી છું." 


બીબીનો તકવા

  • ઇતિહાસમાં છે કે, હઝરત ખદીજા કોઈની શાદીમાં જવા માટે તૈયાર થયા અને કપડાં પહેરવા લાગ્યા તો જણાયું કે જનાબે સય્યદા માટે નવા કપડાં નથી. માં એની ચિંતામાં બેઠા હતા તેનો બેટીને એહસાસ થયો અને એમણે અરઝ કરી કે માદરે ગિરમી હું જુના કપડાં પહેરીને જ જઈશ. બાબાજાન ફરમાવતા રહે છે કે , "મુસલમાન બચ્ચીઓની ઝિન્દગીનું બેહતરીન જવાહર(આભૂષણ) તકવા છે અને ઉત્તમ શોભા, શરમ અને હયા છે."


લગ્ન બાદ બીબીનુ જીવન

  • શોહરના ઘરે જવા બાદ આપે નિઝામે ઝીંદગી પેશ કર્યો અને જે રીતે ઘરનો કારભાર ચલાવ્યો તે નારી વર્ગ માટે એક મિસાલી(આદર્શ નમૂના)ની હેસિયત રાખે છે. આપ ઘરના બધા કામો પોતાના હાથે આટોપતાં હતા. વાસીદું વાળવું, કચરો સાફ કરવો, ખાવાનું પકાવવું, રેટિયો ચલાવવો, ચક્કી પીસવી, લોટ દળવો,અને બચ્ચાંઓની તરબીયત કરવી આ બધા કામોને આપ આટોપતા હતા.

  • નારી જગતના સરદાર હોવા છતાં ન કદી કપાળ પર કરચલી આવી, ન કદી ખાવિંદ પાસેથી કોઈ મદદગાર કે ખાદેમા(સેવિકા)ની ફરમાઈશ કરી.


બીબીની ઓરતો માટે નસીહત

  • આપે ઔરતોની મેઅરાજ પર્દાદારીમાં બતાવી છે. 


  • એક વાર પયગંબર સ.અ.વ. એ મીમ્બર પાસેથી એક એવો સવાલ રજુ કર્યો કે "ઓરત માટે બધાથી ઉત્તમ કઈ વસ્તુ છે?" આ વાત જનાબે સય્યદા સ.અ.સુધી પહોંચી, આપે જવાબ આપ્યો કે "ઓરતો માટે સર્વેથી ઉત્તમ વાત એ છે કે ન એની નઝર કોઈ ગૈરમર્દ પર પડે કે ન કોઈ ગૈર મર્દની નઝર પોતાના પર પાડવા દે." રસુલ સ.અ.વ. સામે આ જવાબ રજુ થયો તો આપે ફરમાવ્યું "કેમ ન હોય ફાતેમા મારો એક જુઝ છે."


બીબી ની શહાદત

  • અફસોસ એક એવો સમય આવ્યો કે આપે ફરમાવ્યું ,"મારા બાપનું કફન પણ મેલું નથી થયું ત્યાં તમે આ શું કરી રહ્યા છો?" ફાતેમા સ.અ. ના પેટમાંના બાળક મોહસીન શહિદ થઈ ગયા અને બીબી આ દુનિયાથી સફર કરી ગયા.

  • ઓલમાઓનું બયાન છે કે એક ઝમાનો વીત્યા બાદ આપની કબ્રે મુબારક પર રોઝો બાંધવામાં આવ્યો. આજથી લગભગ 99 વર્ષ પહેલા (હી.સ. 1343) માં ઈબ્ને સઉદ(લ.અ.) એ તોપના ગોળાથી ખંડિત કરી ઝમીન દોસ્ત કરી નાખ્યો.

Reference:

Sirate Aemma


Read Alsoદુઆ

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ