Music in Islam | સંગીત, ગાયન અને નૃત્યના હુકમો

Music in Islam

સંગીત, ગાયન અને નૃત્યના હુકમો

Music in Islam, What kind of Music is allowed in Islam
Music in Islam


Music in Islam

સંગીત, ગાયન અને નૃત્યના હુકમો

بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيْمِ   
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે.  

Read Alsoદાઢીના રાખવાના આદાબ અને ફઝીલત


મસઅલો 538

સંગીત વિદ્યા આજકાલ ઘણી ફેલાઈ ગઈ છે. આ કળાના અમુક પ્રકાર હલાલ અને અમુક પ્રકાર હરામ છે. હલાલ સંગીત સાંભળવું જાએઝ અને હરામ સંગીત સાંભળવું જાએઝ નથી.


હલાલ સંગીત એને કહેવામાં આવે છે, જે રંગરાગની મેહફીલોથી સરખાપણું અને સુસંગત ન હોય. અને હરામ સંગીત એને કહેવામાં આવે છે જે રંગરાગ ની મેહફીલોથી સંબંધિત હોય.


મસઅલો 540

એ સ્થળોએ જાવું જાએઝ છે જ્યાં હલાલ સંગીત વગાડવામાં આવતું હોય અને જ્યાં સુધી આ સંગીત હલાલ હોય , જાણી-જોઈને તેને સાંભળવું પણ જાએઝ છે.


મસઅલો 541

એ જાહેર સ્થળો પર આવવું જાએઝ છે, જ્યાં વાજિન્ત્રો વગાડવામાં આવતા હોય , એ શરતે કે આ સંગીત જાણી-જોઈને ન સાંભળવામાં આવે. જેવા કે સ્વાગતીય  હોલો, મહેમાન ખાનાઓ, બાગો, હોટેલ અને કોફીશોપ વગેરે. જોકે આ  જગ્યાએ વગાડવામાં આવતા વાજિન્ત્રોનો સંબંધ પણ મોજમજાની મહેફિલોમાં વગાડવામાં આવતા સંગીતની જેવું હોય છે. એટલે આ બાબતમાં શરઈ રીતે કોઈ ઇન્કાર કે રુકાવટ નથી કે કાનોને કોઈ હરામ સંભળાય, પરંતુ આપ એ સુરને સાંભળવાનો કોઈ ઈરાદો રાખતા ન હો.( એટલે ધ્યાનપુર્વક ન સાંભળતા હોવ)


મસઅલો 543

ગીત ગાવા, સાંભળવા, અને સંગીતનો ધંધો કરવો બધું હરામ છે. અને ગિનાથી મુરાદ એ બેહૂદા કલામ છે જે મોજમજા- રંગરાગ ના  જાણીતા સૂરમાં ગાવામાં આવે.


મસઅલો 544

મોજમજાવાળા સૂરમાં કુરઆને પાકની તિલાવત કરવી, દુઆઓ, અને બીજા ઝીક્રોને પઢવા જાએઝ નથી, બલ્કે કોઈ શેર કે ગદ્ય વાળા કલમોને પણ ગાયનની ઢબમાં અને સુરતાલમાં પેશ કરવા પણ જાએઝ નથી જે નકામા ભાવાર્થ રાખતા હોય.


મસઅલો 545

રિવાયત છે કે ગાયન અને સંગીત સાંભળવા હરામ છે.  જનાબે સરવરે કાએનાત(સ.અ.વ.) ની એક હદીસ છે. આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:


"જે  શખ્સ(ઇરાદાપૂર્વક) રંગ(રાગ) ની વાતોને સાંભળે તો કયામતના દિવસે તેના કાનોમાં પીગળેલું સીસું રેડવામાં આવશે."


આપ સ.અ.વ. એ આ પણ ફરમાવ્યું કે 

"ગાયન ગાવા અને સંગીત વ્યભિચારનો એક માર્ગ છે."


મસઅલો 547

શાદીઓ, મઝહબી જશનો, સેમિનારો અને અવસરોના ઉત્સવોમાં સ્ત્રીઓ અને પુરૂષોનું સમાન રીતે તાળીઓ વગાડવી જાએઝ છે.


મસઅલો 548

હરામ સંગીત એ છે જે રંગરાગની મહેફિલો માટે ખાસ છે. હલાલ સંગીત એ છે કે મોજમજાની મહેફિલો સાથે મેલ અને સુસંગત ન હોય, ભલે તે  તબિયતમાં શાંતિ ન પેદા કરે. જેમકે ફોજી અને જનાઝામાં વગાડવામાં આવતું સંગીત.


મસઅલો 549

"ગિના" હરામ છે અને અમારા મત મુજબ "ગિના" એ રંગરાગ અને વાહિયાત કલામ નું નામ છે, જે રંગરાગવાળાઓની ઢબે રજુ કરવામાં આવે. 


એવી જ રીતે ગાયનના સૂરમાં અથવા ઢબમાં કલામ શરીફની તિલાવત કરવી, દુઆઓ પઢવી અને એહલેબૈત(અ.મુ.સ.)ની શાનમાં કસીદાઓ પઢવા પણ હરામ છે. 


રંગરાગ અને બેહૂદા કલમો સિવાય બીજું કઈ ગાવાની ઢબમાં કલામ, જેવાકે તરાનાઓ જે બહાદુરી અને વીરતા માટે ગાવામાં આવે છે, તે એહતિયાત એ વાજીબ ની રૂએ હરામ છે, જે સુર અને ઢબમાં બયાન કરેલ વ્યાખ્યા બંધ ન બેસતી હોય, તે હરામ નથી.


Reference:

Jadid Masael


Read Alsoયુવાનોના મસઅલાઓ

اَللّٰھُمَّ صَلِّ عَلىٰ مُحَمَّدٍوَ اٰلِ مُحَمَّدٍ وَعَجِّلْ فَرَجَهُمْ

અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ