Gheebat in Islam
ગીબત કુરઆન અને હદીસ મુજબ....
Gheebat in Islam |
Gheebat in Islam
ગીબત કુરઆન અને હદીસ મુજબ....
Read Also: સંગીત, ગાયન અને નૃત્યના હુકમો
મસઅલો 311
ગીબત શું છે?
ગીબત કોઈ મોમીનની ગેરહાજરીમાં તેના એબ બયાન કરવાને કહે છે. આ એબ શોધવા ચાહે ખોડ કાઢવાની નિય્યતથી હોય કે ના હોય, આ ખોડ શારીરિક, વંશિક, કઠન સંબંધે, કાર્ય વિષે, દિન વિષે, દુનિયા વિષે અથવા એ સિવાય કંઈ પણ હોય, જે લોકોથી છુપા હોય. એ વાતથી કોઈ ફરક નથી પડતો કે, જીભથી કૂથલી કરવામાં આવે અથવા એવું કામ કરવામાં આવે જે કોઈની ખોડ જાહેર કરતુ હોય. અલ્લાહ તબારક વ તઆલા કલામે પાકમાં આ વાતની મઝમ્મત કરે છે અને ગીબત કરવાવાળાઓ વિષે એ કહેવામાં આવ્યું છે કે ઇન્સાનની રૂહ કાપી ઉઠે.
સુરે અલ હુજરાતમાં અલ્લાહ તઆલા નું ઈર્શાદ છે:
"અને ન તમારામાંથી કોઈ એક બીજાની ગીબત કરે, શું તમારામાંથી કોઈ એ વાત પસંદ કરશે કે તે પોતાના મરેલા ભાઈ નું ગોશ્ત ખાઈ? તમે તેનાથી જરૂર તિરસ્કાર કરશો."
બંને જગતના સરકાર હઝરત મોહમ્મદ(સ.અ.વ.) નું પવિત્ર ફરમાન છે:
"ગીબતથી બચતા રહો, કેમકે ગીબત વ્યભિચાર થી પણ મોટો ગુનાહ છે. એટલા માટે કે અગર ઇન્સાન વ્યભિચાર કરે અને તેના પછી તૌબા કરે તો અલ્લાહ તેની તૌબા કબુલ કરી લે છે. પરંતુ જે શખ્સ ગીબત કરે છે, ખુદા તેને ત્યાં સુધી નથી બક્ષતો જ્યાં સુધી એ આદમી ન માફ કરે, જેની ગીબત કરવામાં આવી છે."
(જામેઉસ્સાદાત, જી-2, પેજ-302)
આકાએ સીસ્તાની ફરમાવે છે કે
"મોઅમીન ને એ શોભતું નથી કે તે પોતાના મોઅમીન ભાઈ ની ગીબત સાંભળતો રહે, બલ્કે હુઝૂર હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.) અને ઇમામો (અ.મુ.સ.) ની રિવાયતોથી જાહેર થાય છે કે જે શખ્સ કોઈની ગીબત સાંભળે, તેની ફરજ છે કે ગીબત જેની થઇ રહીછે તેની મદદ કરે. અને ગીબત કરવાથી રોકે અને ટોકે. જો એ શખ્સ ન રોકે તો ખુદા તેને આ જગત અને આખેરતમાં રુસ્વા કરી દે છે. અને ગીબત સાંભળનારના ગુનાહ એટલા જ છે, જેટલા ગીબત કરવાવાળાના છે."( મિન્હાજુસ્સાલેહીન, જી-1, પેજ-17)
મસઅલો 312
પયગંબરે ખુદા(સ.અ.વ.) એ ફરમાવ્યું:
"તમને બતાવું? તમારામાંથી સૌથી ખરાબ શખ્સ કોણ છે? લોકો એ કહ્યું: જી હુઝૂર ! ફરમાવો.આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું : જે લોકોમાં ચુગલખોરી કરતો ફરે છે અને મિત્રોમાં વેરભાવ નાખે છે."(જી-2, પેજ-276)
ઉસુલે કાફીમાં ઇમામ મોહમ્મદ બાકીર(અ.સ.) નું ફરમાન આપેલ છે, આપ(અ.સ.) એ ફરમાવ્યું:
"ગીબત કરનારાઓ અને ચાડી ખાનારાઓ પર જન્નત હરામ છે."(જી-2, પેજ-369)
Reference:
Jadid Masael
Read Also: યુવાનોના મસઅલાઓ
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.