Hadith on Importance of Dua
દુઆ
Hadith on Importance of Dua |
Hadith on Importance of Dua
દુઆ
Read Also: સૈયદા ફાતેમા ઝહેરા(સ.અ.) ના અણમોલ વચનો
1. જયારે મારા બંદાઓ મારા વિષે તમને પૂછે તો કહી દો કે હું તેમની પાસે જ છું અને જયારે કોઈ મારી સમક્ષ દુઆ માંગે છે તો હું દુઆ કરનારની દુઆ સાંભળું છું અને (યોગ્ય લાગે તો) કબુલ કરું છું.
-ઈર્શાદે ઇલાહી
2. દુઆ મોઅમીનનું હથિયાર અને દિનનો સ્તંભ છે.
-ઈર્શાદે પયગંબર(સ)
3. દુઆ મોઅમીનની ઢાલ છે જયારે વારંવાર દરવાજો ખટખટાવાશે તો તે તમારા માટે ઉઘાડી દેવામાં આવશે.
-હ.ઇમામ અલી(અ.)
4.દુઆ બલા-મુસીબતને ટાળી દે છે.
-હ.ઇમામ ઝૈનુલ આબેદીન(અ.)
5.શ્રેષ્ઠતમ ઈબાદત દુઆ છે.
-હ.ઇમામ મોહમ્મદ બાકીર(અ.)
6.દુઆ તીક્ષ્ણ ધારવાળી અણી કરતા પણ વધારે શક્તિશાળી અને પ્રભાવશાળી હોય છે.
-હ.ઇમામ જઅફરે સાદિક(અ.)
7.તમારે ચોક્કસપણે દુઆ માંગવી જોઈએ કેમકે અલ્લાહ સમક્ષ ની માંગણી તેમજ દુઆ, બલા-આફતોને બરતરફ કરી દે છે.
-હ.ઇમામ મૂસાએ કાઝીમ(અ.)
8.તમારે અમ્બિયાઓના હથિયાર થી સજ્જ થવું જોઈએ, પૂછવામાં આવ્યું કે હથિયાર કયું છે? તો ફરમાવ્યું "દુઆ"
-હ.ઇમામ અલીરઝા(અ.)
9. દુઆ બલા રદ થવાનું સાધન છે.
-હ.ઇમામ મોહમ્મદ તકી(અ.)
10. મારી પાસે દુઆ કરો હું તેનો સ્વીકાર કરીશ. જે લોકો ગર્વ અને અભિમાનના કારણે મારી ઇબાદતથી વિમુખ થઇ જાય છે તેઓ અપમાનિત બનીને જહન્નમના હવાલે થશે.
-ઈર્શાદે ઇલાહી
11. જે(માણસ) કાર્ય કરતો નથી અને (માત્ર) દુઆ જ માંગ્યા કરે છે તે ધનુષ્ય વગર તીર ફેંકનારા જેવો છે.
-હ.અલી (અ.)
12. અય રસુલ! કહી દો કે જો તમે દુઆ નહિ માંગો તો મારો પરવરદિગાર પણ તમારી કોઈ પરવાહ કરતો નથી. તમે જુઠલાવ્યો તેની બલા ટૂંક સમયમાં જ તમારા માથા પર પડશે.
-ઈર્શાદે ઇલાહી
13. કોઈ બંદો તેની પાસે દુઆ માંગે છે તો અલ્લાહ સુબ્હાનહુ કહે છે કે તેની હાજત ને જલ્દી પુરી કરી દેવામાં આવશે કેમકે મને તેનું પોકારવું સારું નથી લાગતું.
-હ.ઇમામ જાફરે સાદિક(અ.)
14.જે વ્યક્તિ મારો ઝિક્ર કરવામાં એવો ખોવાય જાય કે તેને દુઆનો પણ ખ્યાલ ન રહે તો હું જે કઈ સવાલ કરનારાઓને આપું છું તેના કરતા તેને અધિક આપીશ.
-હદીસે કુદસી
Reference:
Dava e Hardard
Read Also: ગીબત કુરઆન અને હદીસ મુજબ....
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.