Ahkam Of Youth
યુવાનોના મસઅલાઓ
![]() |
Ahkam of Youth |
Ahkam Of Youth
યુવાનોના મસઅલાઓ
Read Also: સુવાના આદાબ
માનવંત ફકીહો એ વાત સ્પષ્ટ કરે છે કે શંકા અને લજ્જતની દ્રષ્ટિએ સ્ત્રીઓને જોવી હરામ છે. ફિકહી દ્રષ્ટિએ "લજ્જત" અને "શંકા" બે જુદા જુદા અર્થો ધરાવે છે. લજ્જતની દ્રષ્ટિનો ભાવાર્થ એ છે કે સ્ત્રીઓને વાસના ની દ્રષ્ટિએ જોવી અને શંકા ની નિય્યતનો અર્થ એ છે કે હરામ કાર્યોમાં સંડોવાનો ડર હોય.
- મસઅલો 452
ઈસ્તીમના (હસ્ત મૈથુન) કોઈ પણ રીતે હોઈ હરામ છે.
- મસઅલો 456
એહતિયાતે વાજીબની રૂએ અશ્લીલ ફિલ્મો તથા તસવીરો જોવી હરામ છે, ભલે પછી શંકા અને લજ્જત વગર હોય.
- મસઅલો 457
આજના આ આધુનિક યુગ માં ફેશન અને નગ્નતાને પ્રણાલિકા બનાવવામાં આવી રહી છે. અશ્લીલતા ફેલાવનાર કેન્દ્રોમાં એવા સાધનો તૈય્યાર કરવામાં આવ્યા છે જે પુરુષ અને સ્ત્રીના ખાસ અંગો(ગુપ્તાંગો) ની ખુસૂસીયત પર આધારિત હોય છે. એહતિયાતે વાજીબ તરીકે તેને વાપરવાથી પરહેઝ કરવી જોઈએ. ભલે તેને વાપરવાનો હેતુ વીર્યપાત ન હોય.એનાથી કોઈ ફર્ક નથી પડતો કે ઉપયોગ કરનાર પરિણીત છે કે અપરિણીત.
- મસઅલો 458
પરિણીત પુરુષ માટે જાએઝ કે તે ફેમીલી પ્લાંનિંગ માટે "નિરોધ" અને એ પ્રકારના બીજા કવર વાપરી શકે છે. આ હેતુ માટે એહતીયાતે વાજીબ છે કે પ્રથમ પોતાની પત્નીની સંમતિ મેળવે.
- મસઅલો 459
શતરંજ નો ખેલ હરામ છે. આ રમત દરેક રૂપમાં હરામ છે. કોમ્પ્યુટર પર બે જણ મળીને શતરંજ રમે તે હરામ છે. એહતિયાતે વાજીબ એ છે કે આ રમત ને એક જણ પણ કમ્પ્યુટર સાથે મળીને રમે તો પણ હરામ છે. ચાહે શતરંજ કોઈ પૈસાની શરત પર રમવામાં આવે અથવા એ સિવાય.
- મસઅલો 463
સવાલ: શું વગર શરતે કોમ્પ્યુટર પર જુગાર જેવી રમતો રમવી જાએઝ છે? અને શું શરતની સાથે રમવી જાએઝ છે?
જવાબ: જુગાર કોઈ પણ રૂપ માં હોઈ જાએઝ નથી, ચાહે કમ્પ્યુટર દ્વારા હોય અથવા સામાન્ય સાધનો દ્વારા, બધા માટે એક જ હુકમ છે.
- મસઅલો 482
સવાલ: શું ટેલિવિઝન પર નગ્ન અથવા અર્ધનગ્ન બિન-મુસ્લિમ સ્ત્રીઓને જોવી જાએઝ છે, જેનો હેતુ જાણકારી, આનંદ હોઈ અને જાતીય મજા પ્રાપ્ત થવાનું ઈત્મેનાન ના હોય?
જવાબ: અશ્લીલ દ્રશ્યો તે સીધે સીધા હોઈ કે ટેલીવીઝન પર, જાતીય વાસના ની દ્રષ્ટિએ જોવું જાએઝ નથી. એહતિયાતે વાજીબ ની રૂએ કોઈ પણ રીતે આવા દ્રશ્યો જોવાથી પરહેઝ કરવો જોઈએ.
- મસઅલો 486
Reference:
Jadid Masael
Read Also: નામેહરમ સ્ત્રી પર નઝર નાખવા વિષે..
અય અલ્લાહ હ.મોહમ્મદ(સ.અ .વ.) અને તેમની આલ પર રહેમત નાઝીલ ફરમાવ.અને કાએમ અ.સ. ના ઝહૂર માં જલ્દી કર.
0 ટિપ્પણીઓ
If you have any query, Please let me know.